હૈયે વસેલો રામ તું
, નટખટ ઘનશ્યામ તું.
જે સ્પર્શ થી જૂમી
ઉઠું એ નિર્વિકાર કામ તું.
ઉમંગના એ સંગીતનો
શબ્દ તું, સ્વરકાર તું.
તારી ઘડેલી કૃતિ હું, મુજ
કર્તા તું, ઘડનાર તું.
જૂમી રહેલા પગના જાંજર
તું, ઝંણકાર તું.
નિર્દેહ મુજ આતમનું
દર્પણ તું, શૃંગાર તું.
સઘળું એકરસ હવે તુજ
શ્વાસ હું, મુજ શ્વાસ તું,
પ્રેમરસ તરબોળ એવી
તે ડૂબી હું, ને ખોવાયો તું!!
(અને આપણે
પહોચ્યા...)
જ્યાં
નથી કોઈ પણ કોઈનું , ત્યાં જ હું, ત્યાં જ
તું !
ને છતાં મુજ ચિત્તમાં તું જ તું... તું જ તું... તું જ તું !
- નિયંતા ભટ્ટ
No comments:
Post a Comment