Thursday, September 5, 2019

હિંમત

ચાલ દોસ્ત !

એક ને એક આપણે અગીયાર થઈશું 

બહાર ભલે ને સૌ કહે બૂઠ્ઠા,
આપણે અંદર થી ધારદાર થઈશું.

તો શું થયું પડ્યા જવાબ ખોટા...
આપણે તો અલગ જ સવાલ થઈશું.

બેફિકરી કે નફ્ફટાઇ, જે ગણો તે આ છે.
સ્પર્ધા નથી રમત છે આ તો,
ને મિત્ર મારો એનો ખાં છે। 

ચેતી ને ચાલજો, અમે અજાણ નથી હોં,
રાખ ફૂંકી ને આગ થઈશું...

એક ને એક અગિયાર થઇશું.

- નિયંતા ભટ્ટ

હિંમત

ચાલ દોસ્ત ! એક ને એક આપણે અગીયાર થઈશું  બહાર ભલે ને સૌ કહે બૂઠ્ઠા, આપણે અંદર થી ધારદાર થઈશું. તો શું થયું પડ્યા જવાબ ખોટા... આપણે તો અલ...