Thursday, February 22, 2018

મારી અવઢવ

સમય છે.... સ્થળ છે.... નાવિન્ય છે ને ભાવ પણ,
તો શબ્દો શાને ખૂટી રહ્યા છે?
ને વીખરાય જાય છે તાલ પણ...

રોમાંચ છે... આહ્લાદ મોસમ.... ને નવો અહેસાસ પણ,
તો અલંકારો કાં ખુટી પડ્યા?
અને શૃંગાર સહ વૈરાગ પણ...

સત્ય જાણુ... સમજણ છે.... અને, સામર્થ્ય પણ.
અહીં વિશ્વ આખુ સામે પડ્યુ છે,
હું એકલ અને અણજાણ પણ!

સુક્ષ્મ છે.... સર્વોપરી છે.... ને જગતનો નાથ પણ,
તોય શાને તુ બેઠો છે,
હાથ ધરીને હાથ પર?

(હરિ કહે છે)

હૈયુ આપ્યું.... હેત ભરેલું અને મહીં મુક્યો છે વિશ્વાસ પણ,
તું મુકી જો તારી ઉપર,
પછી ભલે ના કદી મુજને યાદ કર.

જાત ઘડી લે તારી પહેલા,
પછી બીજા બાંધકામ કર.

સમય મળ્યો તો જીવી લેને,
નાહક ના બહુ વિચાર કર.

પાથ ઘડયો છે મેં ગંતવ્ય ગમી નો,
તું બસ ખાલી પ્રવાસ કર!

- નિયંતા ભટ્ટ

Thursday, January 11, 2018

ટૂંકમાં

સંબંધો આટલા સારા, પહેલાં ક્યારેય નહોતા
પણ આટલા અજાણ્યા ય આપણે પહેલાં ક્યારેય નહોતા...

હકીકત કંઈક અલગ છે, નથી જાણવી અમને,
જીવન સોનું સ્વતંત્ર છે, હા સ્વીકાર છે અમને.

પરંતુ આટલા બેદરકાર તમે, પહેલાં ક્યારેય નહોતા.
સંબંધો આટલા સારા, પહેલાં ક્યારેય નહોતા!

હિંમત

ચાલ દોસ્ત ! એક ને એક આપણે અગીયાર થઈશું  બહાર ભલે ને સૌ કહે બૂઠ્ઠા, આપણે અંદર થી ધારદાર થઈશું. તો શું થયું પડ્યા જવાબ ખોટા... આપણે તો અલ...