Saturday, August 19, 2017

તુ ગમે છે......

તુ ગમે છે એટલે તારી દરેક વાત ગમે છે,
તારા વિનાની એ વિરહની રાત ગમે છે...

ઝંખે છે મન પણ એ જૂના વિવાદને ,
જાણી જોઈને કરેલી એ અધૂરી વાતને...

ને અચાનક સ્પર્શી ગયેલા એ હૃદયના સ્પંદનો,
મૌન રહીને સાથે લીધેલા આપણા એ નિર્ણયો...

સઘળું ય સચિત્ર યાદ છે, આ ના કોઇ ફરિયાદ છે,
એક હૈયા એ હૈયા ને હેતથી કરેલો સાદ છે...

મને વારંવાર વાગોળવી એ તારી યાદ ગમે છે,
બસ તું ગમે છે એટલે તારી દરેક વાત ગમે છે....

- નિયંતા સતિશચંદ્ર ભટ્ટ

No comments:

Post a Comment

હિંમત

ચાલ દોસ્ત ! એક ને એક આપણે અગીયાર થઈશું  બહાર ભલે ને સૌ કહે બૂઠ્ઠા, આપણે અંદર થી ધારદાર થઈશું. તો શું થયું પડ્યા જવાબ ખોટા... આપણે તો અલ...