Monday, August 21, 2017

સફર

પાટા પર સરતી આ ટ્રેનની સાથ માં...
વહી જતો સમય..
ક્યાંક ભૂલાય છે તારી યાદમાં.

બસ એજ એક આશમાં,
હોઉં તારી બાહોપાશ માં...

શબ્દો થઇ જાય શાંત,
અને મૌન તણાં આભાસ માં...

જીવી લઇએ જીંદગી...
એ ક્ષણીક સહવાસ માં!

Sunday, August 20, 2017

મુક્તકો

એકલતા એટલી  હદે મને ગમેે છે,
કે મને મારી જાતનો સંગાથ પણ નડે છે!

-------------------------------------------------------

સદાકાળ સાથે ના રહ્યાનો ન ખેદ છે,
ઘડી ભર મળ્યાનો અાનંદ એજ સ્નેહ છે...

-------------------------------------------------------

આંખ માથી એક આંસુ સર્યું, અને હું હસી,
ચાલો,શરૂઆત તો થઇ કશી!

-નિયંતા ભટ્ટ

વર્ષા વૈભવ

નભમા દિસતાં વ્યોમ મંહીથી ,
ઝરમર ઝરમર જળનાં ફોરાં ઝરતાં....
એ ફોરાં... મારૂં મન હરતાં.

વર્ષામય બની પક્ષીરાજ સૌ ,
થનગન થનગન મનોહર નૃત્ય કરતાં....
એ મોરાં...મારૂં મન હરતાં.

અનીલથી ઝુલતા...સલીલ શા વહેતા,
હાલક ડોલક તરૂવર થાતા.....
એ તરૂઓ...મારૂં મન હરતાં.

બુંદ બનતાં ફોરાં મંહીથી,
દળદળ થાતાં ઝરમર મંહીથી....
એ મેહનાં નખરાં...મારૂં મન હરતાં!

- નિયંતા સતિશચંદ્ર ભટ્ટ

Saturday, August 19, 2017

તુ ગમે છે......

તુ ગમે છે એટલે તારી દરેક વાત ગમે છે,
તારા વિનાની એ વિરહની રાત ગમે છે...

ઝંખે છે મન પણ એ જૂના વિવાદને ,
જાણી જોઈને કરેલી એ અધૂરી વાતને...

ને અચાનક સ્પર્શી ગયેલા એ હૃદયના સ્પંદનો,
મૌન રહીને સાથે લીધેલા આપણા એ નિર્ણયો...

સઘળું ય સચિત્ર યાદ છે, આ ના કોઇ ફરિયાદ છે,
એક હૈયા એ હૈયા ને હેતથી કરેલો સાદ છે...

મને વારંવાર વાગોળવી એ તારી યાદ ગમે છે,
બસ તું ગમે છે એટલે તારી દરેક વાત ગમે છે....

- નિયંતા સતિશચંદ્ર ભટ્ટ

તરસ

તારા વિનાનાં તારા મને સ્મરણ અધૂરા લાગે,
પુષ્પોની છબી જોઇ ઘણી સુંદર..સુંદર.. લાગે,
પણ સુવાસ માટે ઝંખે છે મન!
તરસ અધૂરી જાગે....

યાદ બની ફરિયાદ હવે તો,મંજિલ વિનાનો રસ્તો...
મળ્યો તો પડછાયાને સંગાથ, હવેતો એય આઘો ભાગે!

સાવ નકામુ જ્ઞાન દીસે, જો આહ્ ઉરે અકળાવે,
ચીર જુદાઈ આતમ જન થી, વિશાદ મનને આવે,
પ્રાશ સાટે અહીં લય છુટે!
કોઈ વિધી સમજ ના આવે....

નિ:સ્વર અવકાશ હવે તો, સંસાર મૃગજળ સાગર...
ભર્યું તુ ગાગર ભર જે ડહાપણ, એજ છલકાતુ લાગે!

તારા વિનાનાં તારા મને સ્મરણ અધૂરા લાગે...

કોઈ તરસ અધૂરી જાગે....

- નિયંતા સતિશચંદ્ર ભટ્ટ

શોધ

ઘૂઘવતા સમંદર ની અંદર હું એકલી,
તરાપો બનીને તર્યેે જાઉં છું ....

ન શોધુ કિનારા, ન મારુ હલેસા,
બસ આશા ને સહારે વહ્યે જાઉં છું....

ને વાતા  વંટોળિયાવની સંગે એ જ હું
ફોરું પીછું બનીને ઊડ્યે જાઉં છું...

વિના ભાન રાખે કોઈ પણ રુતુનું,
માવઠું બનીને વરસે જાઉ છું....

રણમાં પથ ભુલેલી કોયલની માફક,
ઠેર ઠેર આમ્રકુંજ શોદ્યે જાઉં છું....

પામ્યુ કંઇક અદ્ભુત અને વળી નવીનતમ,
દરેક જે ક્ષણે હું અસ્પષ્ટ હોઉ છું...

માટે જ હવે ધાર્યું હું મારુ કરુ કાયમ,
અને વર્તમાનમાં હમેશા સમૃધ્ધ હોઉ છું!!

- નિયંતા ભટ્ટ

હિંમત

ચાલ દોસ્ત ! એક ને એક આપણે અગીયાર થઈશું  બહાર ભલે ને સૌ કહે બૂઠ્ઠા, આપણે અંદર થી ધારદાર થઈશું. તો શું થયું પડ્યા જવાબ ખોટા... આપણે તો અલ...