તારા વિનાનાં તારા મને સ્મરણ અધૂરા લાગે,
પુષ્પોની છબી જોઇ ઘણી સુંદર..સુંદર.. લાગે,
પણ સુવાસ માટે ઝંખે છે મન!
તરસ અધૂરી જાગે....
યાદ બની ફરિયાદ હવે તો,મંજિલ વિનાનો રસ્તો...
મળ્યો તો પડછાયાને સંગાથ, હવેતો એય આઘો ભાગે!
સાવ નકામુ જ્ઞાન દીસે, જો આહ્ ઉરે અકળાવે,
ચીર જુદાઈ આતમ જન થી, વિશાદ મનને આવે,
પ્રાશ સાટે અહીં લય છુટે!
કોઈ વિધી સમજ ના આવે....
નિ:સ્વર અવકાશ હવે તો, સંસાર મૃગજળ સાગર...
ભર્યું તુ ગાગર ભર જે ડહાપણ, એજ છલકાતુ લાગે!
તારા વિનાનાં તારા મને સ્મરણ અધૂરા લાગે...
કોઈ તરસ અધૂરી જાગે....
- નિયંતા સતિશચંદ્ર ભટ્ટ
No comments:
Post a Comment