Wednesday, October 14, 2015

You and me!





હૈયે વસેલો રામ તું , નટખટ ઘનશ્યામ તું.
જે સ્પર્શ થી જૂમી ઉઠું એ નિર્વિકાર કામ તું. 

ઉમંગના એ સંગીતનો શબ્દ તું, સ્વરકાર તું.
તારી ઘડેલી કૃતિ હું, મુજ કર્તા તું, ઘડનાર તું.

જૂમી રહેલા પગના જાંજર તું, ઝંણકાર તું.
નિર્દેહ મુજ આતમનું દર્પણ તું, શૃંગાર તું.

સઘળું એકરસ હવે તુજ શ્વાસ હું, મુજ શ્વાસ તું,
પ્રેમરસ તરબોળ એવી તે ડૂબી હું, ને ખોવાયો તું!!

(અને આપણે પહોચ્યા...)

જ્યાં નથી કોઈ પણ કોઈનું , ત્યાં જ હું, ત્યાં જ તું !
ને છતાં મુજ ચિત્તમાં તું જ તું... તું જ તું... તું જ તું !

- નિયંતા ભટ્ટ 

Friday, April 17, 2015

Life, Relations and Preemish!


પણ એમ કંઇ થોડો સંબંધ વાઢી નંખાય છે! 
 
ભૂતકાળની ઘટનાઓથી ડહોળાઇ ગયેલી લાગણીઓને વાચા ના હોય, એ અશ્બ્દ રહે એ જ યથાર્થ છે, એને તો બસ ભુંસી જ નાખવી પડે. પછી ભલે એમ કરતાં થોડા ઘસરકા રહી જાય…..

નવીનતાનો સ્વીકાર એ જ એક માર્ગ છે!

સમય જે હવે પછીનો છે, એ નવો (Untouched) છે, એટલે કે એ અવ્યક્ત છે,  જેને આપણે આપણી મુજબ વ્યક્ત કરી શકીએ છીએ, જીવી શકીએ છીએ છીએ, આપણી અનુકુળતા મુજબ ઢાળી શકીએ છીએ, પરિસ્થિતિ મુજબ વાળી શકીએ છીએ.

પરંતુ ધ્યાન રહે આ આવનારા સમયમાં સુધારણા, બદલાવ કે ફેરફાર ને ક્યાંય સ્થાન નથી, કારણ એ બધી જ પ્રક્રિયા તો ભૂતકાળ પર આધાર રાખે છે. અને એ ભુતકાળમાં બદલાવ અસંભવ તો ખરો જ પરંતુ મારી દ્ર્ષ્ટિ એ અયોગ્ય પણ છે. કારણ જો એ સ્થિતિ એ સમયે સંભવી જ ન હોત તો કાલ પછીની આજ ક્યારેય ઉદભવી જ ના હોત!

સમય ને બદલ્યા વિના એને જીવવો જરુરી છે,

અને માટે જ,   



જીવ છું, તો જીવીશ,
ના કદી કોઇ સમસ્યાથી ડરીશ
  
આ અટપટુ જ્ઞાન ના મુજ ને ગોઠે,
અને ચઢવુયે નથી અજ્ઞાનના ગોથે,

ત્રુષ્ણા છે, તો ત્રુપ્ત કરીશ.
પથીક છુ, પાથ નહીતો પગદંડી તો શોધીશ.

સાવ સરળ એક ગણિત હું જાણુ,
મળે જે પ્રેમથી એ સઘળુ માણું.

મન ચંચળ ખરું, એનેય મનાવીશ,
સ્નેહ થી સંબંધોને સાંધીશ.

નહી સંઘરુ સ્મ્રુતિ, સંસ્મરણોનો વારસો,
જીવન જીવ્યા, એજ ધન્ય જાણજો!

બાકી હિસાબ કંઇક આમ સરભર કરીશ,
પ્રેમીશ!


-     નિયંતા ભટ્ટ

Thursday, February 12, 2015

Love, પ્રેમ મારી દ્ર્ષ્ટીએ.....



પ્રેમ મારી દ્ર્ષ્ટીએ.....





પ્રેમ ,

આત્મીયતા, અનુકંપા, આકર્ષણ,

અને એક દિવ્ય તત્વનો સરવાળો....
એટલે જ પ્રેમ.

ઇચ્છા સતત સહવાસમાં હોય કોઇ પ્રિય,
અને હસતો એનો ચહેરો,
એટલે જ પ્રેમ.

શંકા,શાણપણ અને શિખામણથી પર અને,
પોતીકાપણા ના અહેસાસ થી સભર જે,

"પુર્ણતાની પરિભાશા"

એટલે જ પ્રેમ!


-નિયંતા ભટ્ટ

What is Premeesh!




દરેક સમસ્યાનો ઉકેલ પ્રેમ જ છે!

માટે જ મેં મારી જાતને વચન આપ્યુ ,

કે "હુ પ્રેમ કરીશ"

પણ વાત જ્યારે પ્રેમની હોય, તો એમાં "હું" ના હોય!
અને મેં  "હું"નો સપ્રયત્ને સહર્શ લોપ કર્યો....

"પ્રેમ કરીશ"

પણ, જ્યાં કઇક પ્રયત્ન પુર્વક કરવુ પડે ત્યાં પ્રેમના હોય!

માટે જ  અંતે વધે 

"પ્રેમ"!

પ્રેમની લાગણી સતત "સ્વ" માં વ્યસ્ત, રમતી, વહેતી, સરતી, ગુંજતી, સ્ફૂરતી રહે.........
અસીમ વ્યાપે વહેંચાય અને આનંદ પ્રગટ થાય એજ અવીરત અહેસાસ સાથે પોતાની જાતને આપેલુ  એક વચન....

"પ્રેમીશ"


 


હિંમત

ચાલ દોસ્ત ! એક ને એક આપણે અગીયાર થઈશું  બહાર ભલે ને સૌ કહે બૂઠ્ઠા, આપણે અંદર થી ધારદાર થઈશું. તો શું થયું પડ્યા જવાબ ખોટા... આપણે તો અલ...