પણ
એમ કંઇ થોડો સંબંધ વાઢી નંખાય છે!
ભૂતકાળની
ઘટનાઓથી ડહોળાઇ ગયેલી લાગણીઓને વાચા ના હોય, એ અશ્બ્દ રહે એ જ યથાર્થ છે, એને તો
બસ ભુંસી જ નાખવી પડે. પછી ભલે એમ કરતાં થોડા ઘસરકા રહી જાય…..
નવીનતાનો
સ્વીકાર એ જ એક માર્ગ છે!
સમય
જે હવે પછીનો છે, એ નવો (Untouched) છે, એટલે
કે એ અવ્યક્ત છે, જેને આપણે આપણી મુજબ વ્યક્ત કરી શકીએ છીએ,
જીવી શકીએ છીએ છીએ, આપણી અનુકુળતા મુજબ ઢાળી
શકીએ છીએ, પરિસ્થિતિ મુજબ વાળી શકીએ છીએ.
પરંતુ
ધ્યાન રહે આ આવનારા સમયમાં સુધારણા,
બદલાવ કે ફેરફાર ને ક્યાંય સ્થાન નથી, કારણ એ
બધી જ પ્રક્રિયા તો ભૂતકાળ પર આધાર રાખે છે. અને એ ભુતકાળમાં
બદલાવ અસંભવ તો ખરો જ પરંતુ મારી દ્ર્ષ્ટિ એ અયોગ્ય પણ છે. કારણ જો એ સ્થિતિ એ
સમયે સંભવી જ ન હોત તો કાલ પછીની આજ ક્યારેય ઉદભવી જ ના હોત!
સમય
ને બદલ્યા વિના એને જીવવો જરુરી છે,
અને
માટે જ,
જીવ
છું, તો જીવીશ,
ના
કદી કોઇ સમસ્યાથી ડરીશ.
આ અટપટુ
જ્ઞાન ના મુજ ને ગોઠે,
અને
ચઢવુયે નથી અજ્ઞાનના ગોથે,
ત્રુષ્ણા
છે, તો
ત્રુપ્ત કરીશ.
પથીક
છુ, પાથ
નહીતો પગદંડી તો શોધીશ.
સાવ
સરળ એક ગણિત હું જાણુ,
મળે
જે પ્રેમથી એ સઘળુ માણું.
મન
ચંચળ ખરું, એનેય મનાવીશ,
સ્નેહ
થી સંબંધોને સાંધીશ.
નહી સંઘરુ
સ્મ્રુતિ, સંસ્મરણોનો
વારસો,
જીવન
જીવ્યા, એજ
ધન્ય જાણજો!
બાકી
હિસાબ કંઇક આમ સરભર કરીશ,
પ્રેમીશ!
-
નિયંતા
ભટ્ટ
No comments:
Post a Comment