સમય છે.... સ્થળ છે.... નાવિન્ય છે ને ભાવ પણ,
તો શબ્દો શાને ખૂટી રહ્યા છે?
ને વીખરાય જાય છે તાલ પણ...
રોમાંચ છે... આહ્લાદ મોસમ.... ને નવો અહેસાસ પણ,
તો અલંકારો કાં ખુટી પડ્યા?
અને શૃંગાર સહ વૈરાગ પણ...
સત્ય જાણુ... સમજણ છે.... અને, સામર્થ્ય પણ.
અહીં વિશ્વ આખુ સામે પડ્યુ છે,
હું એકલ અને અણજાણ પણ!
સુક્ષ્મ છે.... સર્વોપરી છે.... ને જગતનો નાથ પણ,
તોય શાને તુ બેઠો છે,
હાથ ધરીને હાથ પર?
(હરિ કહે છે)
હૈયુ આપ્યું.... હેત ભરેલું અને મહીં મુક્યો છે વિશ્વાસ પણ,
તું મુકી જો તારી ઉપર,
પછી ભલે ના કદી મુજને યાદ કર.
જાત ઘડી લે તારી પહેલા,
પછી બીજા બાંધકામ કર.
સમય મળ્યો તો જીવી લેને,
નાહક ના બહુ વિચાર કર.
પાથ ઘડયો છે મેં ગંતવ્ય ગમી નો,
તું બસ ખાલી પ્રવાસ કર!
- નિયંતા ભટ્ટ
No comments:
Post a Comment